ખોડિયારના સાંનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરી 15મીએ સંસાર કેડીએ પગલાં પાડશે

ગોંડલનું વ્રજ ગ્રુપ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે અને કાગવડ ખોડલધામ મંદિર ખાતે સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન 15મીએ કરવામાં આવ્યું છે, જેને લઈને ગ્રાઉન્ડમાં મંડપ, ઉતારા, સ્ટેજ, પાર્કિંગ, સહિતની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં સાવલિયા અને વેકરિયા પરિવાર દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવશે.

સતત બીજા વર્ષે મા ખોડલના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. આગામી 15 ડિસેમ્બરના રોજ રવિવારના બપોરે 1 કલાકે જાન આગમન થશે. બપોરે 2 કલાકે ભવ્ય વરઘોડો નીકળશે, જ્યારે સાંજે 6 કલાકે 21 દીકરીઓના હસ્ત મેળાપ થશે. સાંજે 6.30 કલાકે અન્નપૂર્ણાલય ખાતે ભોજન સમારંભ અને સાંજે 9 કલાકે કન્યા વિદાય થશે. સમારોહમાં સંતો-મહંતો અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ, જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા વગેરે ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *