ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું ‘કોલ્ડવોર’ આ કાર્યક્રમમાં સમાપ્ત થયું છે.

આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં. સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *