ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો 3D વ્યુ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 20 ડિસેમ્બરને શનિવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન ચેરમેન નરેશ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલનું નિર્માણ ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં જરૂરિયાત મુજબ સુવિધામાં વધારો કરવામાં આવશે. અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર તેમજ અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે અને હવે હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં જરૂરિયાત મુજબ સુવિધામાં વધારો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *