શહેરમાં કોઠારિયા રોડ પર રણુજામંદિર પાસેના કુબેર ફ્લેટમાં રહેતા અને ખોખડદળ નદી પાસે કેપી ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનું ચલાવતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાપી વ્યાપી ગઇ હતી બનાવને પગલે પોલીસે તપાસ કરતા અગાઉ બેંકમાંથી લોન લીધી હોય અને હાલમાં કેટલાક સમયથી કામધંધો ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર કુબેર ફ્લેટમાં રહેતા અને કે.પી ઇન્ડસ્ટ્રિઝમાં જોબવર્કનું કારખાનું ચલાવતા હિતેશગીરી અજયગીરી મેઘનાથી (ઉ.વ.30) તા.22ના રોજ રાત્રીના તેના કારખાના પાસે તેના ભાઇના ઘેર જઇ તેને ઝેર પી લીધાનું જણાવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતાં આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.