ખેતીકામની સાથે હેન્ડબોલની તનતોડ પ્રેક્ટિસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ મેદાનમાં હાલ બહેનોની વેસ્ટ ઝોનની હેન્ડબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની 2 ખેલાડી દિયા અને કિંજલ તાવિયા બંને સગ્ગી બહેનો છે અને નેશનલ મેડલિસ્ટ છે. જેઓ પોતાના વતન વિંછીયાના મોઢુકા ગામમાં ખેતી કામની સાથે હેન્ડબોલની પ્રેક્ટિસ કરે છે અને અભ્યાસમાં પણ અવ્વલ છે. તેમનો ભાઈ પણ હેન્ડબોલનો ખેલાડી છે. ગામડામાં ખેતીકામ કરતા મનસુખભાઈ અને પ્રભાબેનની બંને દીકરીઓનું ઓલમ્પિકમાં મેડલ લાવી ભારતનું નામ રોશન કરવાનું સ્વપ્ન છે.

ખેલાડી દિયા તાવિયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામમાં રહું છું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમાં અભ્યાસ કરું છું. યુનિવર્સિટીમાં હાલ વેસ્ટ ઝોન હેન્ડ બોલ બહેનોની ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાંથી ગોલકીપર છું. સ્પોર્ટ્સમાં રસ હોવાથી શાળા કક્ષાએથી DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં દાખલ થયા. ચાંપરડા DLSS સ્કૂલમાં એડમિશન લીધા બાદ તેજસ સર દ્વારા હેન્ડ બોલની ટ્રેનિંગ આપવામાં આવી. જે બાદ મહિપાલ સર પાસે ગોલકીપર તરીકે ટ્રેનિંગ મેળવી. ધોરણ 12 સુધી ચાપરડામાં અભ્યાસ કરીએ બાદ રાજકોટમાં જસાણી કોલેજમાં એડમિશન લીધું અને હાલ ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરી રહી છું. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની કેપ્ટન તરીકે છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *