ખેડૂતના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂ.1.90 લાખની ચોરીને અંજામ આપ્યો

નરેશભાઈ પરસોતભાઈ સાગઠીયા (ઉ.વ.25) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેના પિતા છેલ્લાં એક મહિનાથી ગામડે ખેતીકામ માટે ગયા. ફરિયાદી અને તેની માતા ગામડે ઘરે રહેતાં હતાં.

ગત તા.10.11.2024 ના રોજ ફરિયાદી તથા તેમના મમ્મી ભાવનાબેન ઘરને તાળુ મારી અમદાવાદ ખાતે તેમના બહેનના ઘરે રોકાવા માટે ગયેલ હતાં અને ઘરનુ ધ્યાન રાખવા માટે તથા ફુલ છોડને પાણી પાવા માટે મારા મામી સવિતાબેન જેન્તીભાઇ ચાવડાને કહેલ હતુ અને તેમને અમારા ઘરની ડેલીના તાળાની ચાવી આપેલ હતી. બાદ ગઈ કાલે હું અમદાવાદ મારા બહેનના ઘરે હતો ત્યારે મને મારા મામી સવિતાબેનનો મને ફોન આવેલ અને કહેલ કે તમારા ઘરનો મેઇન દરવાજાનુ તાળુ તુટેલ છે તેમજ સામાન વેર વિખેર પડેલ છે. જેથી અમે અમદાવાદથી અમારા ઘરે આવેલ અને અમારા ઘરે આવી જોયુ તો અમારા ઘરના દરવાજાનું તાળુ તુટેલ હતુ તેમજ અમારા બંન્ને રૂમનો સામાન વેર વિખેર હાલતમા પડેલ હતો અને અમારા ઘરના રૂમમાં કબાટમાં રાખેલ તીજોરી ખુલેલી હાલતમાં હોય જે તીજોરીમાંથી રોકડા 80000, એક જોડી સોનાની પટ્ટીવાળા પાટલા, ચાર સોનાની બંગડી, બે પેંડલ, એક જોડી બુટ્ટી, સોનાના દાણા સહિત કુલ રૂ.1,90, 500ની ચોરી થઈ હતી. જે અંગે કુવડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *