ખીસ્સામાં રાખેલા ફટાકડા ફૂટતા ગંભીર રીતે દાજી ગયો’તો

દિવાળીનો તહેવાર એટલે નવું વર્ષ આ તહેવારને લોકો ઉત્સાહ અને ઉમંગથ ઉજવતા હોય છે જો કે રાજકોટના વેજાગામ ખાતે રહેતા કલોલા પરિવાર માટે આ તહેવાર આફત બનીને આવ્યો હતો. કારણ કે દિવાળીના તહેવાર પર દિલીપભાઈ કાલોલાનો પુત્ર યુગ (ઉ.વ.9) ખિસ્સામાં ફટાકડા લઈને ફટાકડા ફોડી રહ્યો હતો દરમિયાન ખિસ્સામાં રહેલ ફટાકડા કોઈ કારણોસર ફૂટવા લાગતા યુગને શરીરમાં કમરથી નીચેના ભાગે બન્ને પગમાં દાજી જવાથી ગંભીર ઇજા પહોંચી હતી જો કે આ પછી સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો દ્વારા કરવામાં આવેલ અથણ મહેનતથી 9 વર્ષના બાળકને એક નવું જીવન મળ્યું હોય તેમ તે પોતે હસતા હસતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી ચાલીને પોતાના ઘરે ગયો હતો.

યુગના પિતા દિલીપભાઈ કલોલાએ જણાવ્યું હતું કે, યુગ દાજી જવાના કારણે તેમને તાત્કાલિક પ્રારંભિક સારવાર ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ વધારે ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં તેમને એક દિવસ પ્રાથમિક સારવાર બાદ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આગળની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ અધિક્ષક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો. મોનાલી માકડીયાની ટીમની સર્જરીઓ, નિયમિત ડ્રેસિંગ અને બે માસની સંભાળ બાદ યુગને હવે સારું થતા રજા આપવામાં આવી છે. યુગ હસતા હસતા ધીમા ડગલે આવજો આવજો કહેતા કહેતા ચાલી રહ્યો હતો ત્યારે સ્ટાફના ચહેરા પર માનવીય સેવા કર્યાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *