ખીરસરા વન વિભાગની વીડીમાં શિયાળામાં વિદેશ અને હિમાલયથી આવતા પક્ષીઓનું આગમન

શિયાળો જામતા જ હવે રાજકોટની ભાગોળે ખીરસરા વન વિભાગની વીડીમાં વિદેશ અને હિમાલયથી આવતા પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે જેમાં સાઇબેરીયન સ્ટોનચેટ, મોન્ટેગસ હેરિયર, બાર હેડેડ ગુસ, ઇન્ડિયન પીતા જેવા દુર્લભ પક્ષીઓ જોવા મળ્યા હતા. હજુ પણ શિયાળો પૂરેપૂરો જામતા એકાદ મહિનો થઇ જશે અને ત્યાં સુધીમાં રાજકોટના ખીરસરાના વનમાં અંદાજે 60થી 70 જેટલા વિદેશી પક્ષીઓનું આગમન થઇ જશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ અને રશિયા વોરને કારણે આ વર્ષે શિયાળામાં રાજકોટ આવતા પક્ષીઓનો શેડ્યૂલ બદલાયો છે અને એકાદ મહિનો મોડા આવ્યા છે.

નેચર ફોટોગ્રાફર હિરેન મણિયાર અને કૌશલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે શિયાળામાં અંદાજે 60થી 70 વિદેશી પ્રજાતિના પક્ષીઓ માગ્રેટ થઇને રાજકોટ આવે છે. સૌથી વધુ સંખ્યામાં સાયબેરીયન સ્ટોનચેટ જોવા મળે છે. આ ઉપરાંત સમડી પ્રજાતિના ક્રેસ્ટેડ સરપન્ટ ઇગલ, ગ્રોટસ સ્પોટેડ ઇગલ, શોર્ટ સ્ટડ સ્નેક ઇગલ, શોર્ટ ઇયર્ડ આઉલ પણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *