ખીરસરા ઘેટિયાના ગુરુકુળમાં દુષ્કર્મ કેસમાં એક આરોપીની કોલ્હાપુરથી ધરપકડ કરાઇ

ઉપલેટાથી 20 કિલોમીટર દૂર આવેલા ખીરસરા ઘેટિયા ગામે અાવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સંત ધરમસ્વરૂપદાસે રાજકોટની યુવતીને અવારનવાર પરિસરમાં જ ચાલતી હોસ્ટેલ પર બોલાવી કથિત લગ્ન કરી દુષ્કર્મ અાચર્યું હતું અને તેને ગર્ભ રહી જતાં ધમકી અાપીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો અને અા સઘળા કાળા કારનામામાં વ્યવસ્થાપક નારાયણસ્વરૂપદાસ અને હોસ્ટેલના ટ્રસ્ટી મયુર કાસોદરિયાની અેલસીબીઅે મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ધરપકડ કરી હતી અને અાઇસીડબલ્યુના પીઅેસઅાઇ રેખાબા રાઠોડને સોંપવામાં અાવ્યો હતો જેને બે દિવસ રિમાન્ડ પર રાખ્યા બાદ જેતપુર જેલહવાલે કરાયો છે.

ગુરુકૂળના ધરમસ્વરૂપદાસે રાજકોટની મહિલા પર વારંવાર દુષ્કર્મ અાચર્યું હોવાની અને તેમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયાઅે સાથ અાપ્યા અંગેની ફરિયાદ રાજકોટ મહિલા પોલીસમાં નોંધાયા બાદ ત્રણે અારોપીઅો ફરાર થઇ ગયા હતા. જેની તપાસ સ્પેશિયલ બ્રાંચના મહિલા પીએસઆઇ રાઠોડ ચલાવી રહ્યા હતા અને અેલસીબીને ટેકનિકલ સોર્સ અને અન્ય સોર્સમાંથી માહિતી મળી હતી કે મયુર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છે, અાથી ટીમ કોલ્હાપુર પહોંચી હતી અને ત્યાંથી અારોપીની ધરપકડ કરી તપાસનીશ અધિકારી રાઠોડને સોંપવામાં અાવ્યો હતો અને બે દિવસ રિમાન્ડ પર રાખી તેની કડક પૂછપરછ હાથ ધરવામાં અાવી હતી અને રિમાન્ડ પુરા થતાં તેને ગોંડલ જેલહવાલે કરવામાં અાવ્યો છે. જો કે આ ગુનામાં મુખ્ય અેવા બન્ને અારોપી હજુ ફરાર હોઇ, તેઓને શોધવા માટે જિલ્લા પોલીસ અને અેલસીબી મથામણ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેની કોઇ કડી હાથ લાગી નથી તો બીજી તરફ અા પ્રકરણમાં અારોપીઅોને ભગાવી દેવામાં સ્થાનિક પોલીસની ભૂંડી ભૂમિકા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *