ખારચિયા અને દડવામાં દિવસે વીજપુરવઠો આપવા માગણી

આટકોટ પાસેના ખારચિયા અને દડવા ગામમાં વીજ પૂરવઠા મુદે ખેડૂતોને પારાવાર હાલાકી સહેવી પડી રહી હોઇ કિસાનો વીજ કચેરીએ દોડી ગયા હતા અને અધિકારીને લેખિત આવેદન આપી ખારચિયા અને દડવામાં દીવસે વીજ સપ્લાય આપવામાં આવે તેવી માગણી કરી હતી. આટકોટ પાસેના ખારચિયા અને દડવા ગામે રાતના સમયે જ વીજ પાવર આપવામાં આવતો હોવાથી ખેડૂતોને રાતે પાણી વાળવા જવું પડે છે. ખારચિયા અને દડવા ગામે બીજા બીજા ફીડરમાંથી દિવસનો પાવર આપવામાં આવે છે અને વછરાજ ફીડરમાં અને જસાપર ફીડરમાં રાત્રિનો પાવર આપવામાં આવે છે જેને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે ત્યારે પીજીવીસીએલના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે આ ફીડરમાં દિવસનો પાવર આપવામાં આવે તો કિસાનોને આસાની રહે. આ તકે તાલુકા પંચાયતના રીંકલબેન નિલેશભાઈ સોલંકી, દડવા ગામના ભુપતભાઈ સરપંચ તેમજ ખારચિયાના મગનભાઈ સરપંચ સહિતના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વહેલામાં વહેલી તકે દિવસના ભાગે ખેતી વીજ પૂરવઠો આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *