ખાનગી એરલાઇન્સ દુબઈની ફ્લાઈટ માટે તૈયાર, કસ્ટમ ક્લિયરન્સ વાંકે આંતરરાષ્ટ્રીય ઉડાન અટકી

તાજેતરમાં ઈમિગ્રેશનની ટીમ એરપોર્ટ ખાતે સરવેની કામગીરી પૂર્ણ કરી ગઈ છે. રાજકોટ ચેમ્બરની રજૂઆત થકી ઈન્ડિગો એરલાઈન્સ રાજકોટ-દુબઈ માટેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા તૈયાર છે, પરંતુ કસ્ટમ ક્લિયરન્સનું સેટઅપ ન હોવાને કારણે આ ફ્લાઈટ ઓપરેટ થઈ શકે તેમ નથી.

તેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કસ્ટમ ક્લિયરન્સ અને ઈમિગ્રેશન સેટઅપ નવેમ્બર 2025 સુધીમાં તાત્કાલિક શરૂ કરવા માટે કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી કિન્નજારપ્પુ રામમોહન નાયડુજી, ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

વધુમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે આગામી 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિઓનલ કોન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્ર’નું ભવ્ય આયોજન થવાનું છે.

તેમજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત આ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓ તથા ડેલિગેશનો ભાગ લેવાના હોવાથી રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એ૨૫ોર્ટ ખાતે તાત્કાલિકના ધોરણે ઈન્ટરનેશનલ ફ્લાઈટોની સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ કસ્ટમ ક્લિયરન્સ અને ઈમિગ્રેશન સેટઅપ શરૂ કરવું ખાસ જરૂરી છે. જેથી કરીને ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિઓનલ કોન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્ર’ સમિટને સફળતા આપી શકાય.

એરપોર્ટ પર હજુ વાઈફાઈ નેટવર્ક, વેઈટિંગ લોન્જ, ડ્યૂટી ફી રિટેલ શોપ નથી એરપોર્ટ ખાતે પાયાગત સુવિધાઓ ન હોવાના કારણે મુસાફરોને ખૂબ જ અગવડતાઓ અને અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સારી ગુણવત્તાવાળું વાઈફાઈ નેટવર્ક, વેઈટિંગ લોન્જ, ડ્યૂટી ફી રિટેલ શોપ, જનરલ પબ્લિક માટે રેસ્ટરૂમ તેમજ ફૂડ અને બેવરીઝના આઉટલેટ વગેરે પૂરા પાડવા જરૂરી છે તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *