ખરાબ હવામાનને લીધે એર ઇન્ડિયાની સવારની ફ્લાઈટ કેન્સલ થતા 200 મુસાફરો પરેશાન

દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે 20 ડિસેમ્બરની એર ઇન્ડિયાની રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે. દિલ્હીથી સવારે 9.25 વાગ્યે રાજકોટ આવતી AI 885 અને રાજકોટથી 10.10 વાગ્યે ઉપડી દિલ્હી જવા માટે રવાના થતી AI 886 ફ્લાઈટ 20 ડિસેમ્બરના કેન્સલ કરવામાં આવી છે. જેને લીધે આ ફ્લાઈટમાં રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી રાજકોટ આવવા માંગતા 200 જેટલા હવાઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે આ સિવાયની એર ઇન્ડિયાની મુંબઈની બે અને દિલ્હીની એક ફ્લાઇટ યથાવત છે. જ્યારે ઈન્ડિગોની મુંબઈની 3, દિલ્હીની 2, ગોવા અને હૈદરાબાદની એક-એક ફ્લાઈટ નિર્ધારિત સમય મુજબ ઉડાન ભરશે.

બાયોમેડિકલ વેસ્ટના નિકાલ બદલ સિવિલ હોસ્પિટલને માત્ર નોટિસ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે બદલ મહાનગરપાલિકા દ્વારા દંડ કરવાને બદલે માત્ર નોટિસ આપી થાબડભાણા કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પીળી કોથળીમાં વોર્ડના કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. જે બાયોમેડિકલ વેસ્ટ ગણવામાં આવે છે, જ્યારે નિયમ મુજબ લીલી કોથળીમાં વોર્ડના કચરાનો નિકાલ કરવાનો હોય છે. જોકે લીલી કોથળીની શોર્ટેજ હોવાને કારણે પીળી કોથળીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે તો તે હોસ્પિટલને ₹10,000 નું દંડ કરવામાં આવે છે પરંતુ આ ઘટનામાં રાજકોટ સિવિલ હોસ્પિટલને મહાનગરપાલિકા દ્વારા દંડને બદલે માત્ર નોટિસ પાઠવવામાં આવતા આચાર્ય જનમ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *