ક્વોલિફાય થવા ઉમેદવારે બંનેમાં 40-40% માર્ક લેવા પડશે

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યા માટે 15 જૂન રવિવારના રોજ પરીક્ષા લેવાશે. રાજકોટ જિલ્લાના 152 કેન્દ્ર પરથી જ 43,710 ઉમેદવાર પરીક્ષા આપશે. આ 200 માર્ક્સની પરીક્ષા બે પાર્ટમાં લેવાશે જેમાંથી ઉમેદવારે ક્વોલિફાય થવા માટે બંને પાર્ટમાં 40-40 ટકા માર્ક્સ લેવા પડશે. ગત વખતની પરીક્ષામાં સિલેબસ અપાયો નહોતો અને માત્ર જનરલ નોલેજ પૂછાશે એવું કહેવામાં આવ્યું હતું. જોકે આ વખતે ચોક્કસ સિલેબસ આપવામાં આવ્યો છે.

આ 200 માર્ક્સની પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ સવારે 7.30 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી લઈ લેવાની રહેશે. 8.30 વાગ્યા સુધી ઉમેદવારનો બાયોમેટ્રિક થશે અને વેરિફિકેશન કરવામાં આવશે. એ બાદ એટલે કે 8.30 વાગ્યે એક્ઝામ ગેટ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ કોઈપણ ઉમેદવારોને એન્ટ્રી નહીં મળે. 9.30થી 12.30 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે.

પાર્ટ-Aમાં ગણિત-રિઝનિંગ, પાર્ટ-Bમાં બંધારણ, સાયન્સ એન્ડ ટેક. પૂછાશે પરીક્ષા પાર્ટ-A અને પાર્ટ-B એમ બે વિભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ-A 80 માર્ક્સનું રહેશે, જેમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રિઝનિંગ અને 20 માર્ક્સનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન રહેશે. જેમાં મિનિમમ કવોલિફાઈંગ સ્ટાન્ડર્ડ 40% રખાયું છે. જ્યારે પાર્ટ-B 120 માર્ક્સનું રહેશે, એમાં 30 માર્ક્સનું બંધારણ, 50 માર્ક્સનું ઈતિહાસ, ભૂગોળ અને વારસો અને 40 માર્ક્સમાં જનરલ નોલેજ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી સહિતના વિષયના સવાલો રહેશે. આ પરીક્ષા આપનાર ઉમેદવારે મેરિટમાં આવવા માટે બંને પાર્ટમાંથી 40-40% માર્ક્સ સ્કોર કરવાના રહેશે. જો એકપણ પાર્ટમાં 40%થી ઓછા માર્ક્સ હશે તો વિદ્યાર્થી મેરિટમાં નહિ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *