ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં સેલરમાં ચાલતા ગેરકાયદે મોલને ખાલી કરવા નોટિસ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં જે ડી માર્ટ શોપિંગ મોલ છે તે ખરેખર સેલરની જગ્યામાં ગેરકાયદે ધમધમી રહ્યો છે. તેમાં ઈમર્જન્સી એક્ઝિટ પણ નથી અને 15 વર્ષથી ગેરકાયદે ચાલતા મોલ સામે તંત્રએ આંખ આડા કાન કર્યા છે તેનો પર્દાફાશ થયો છે. જે મામલે ડી માર્ટની જગ્યા ખાલી કરવા માટે મનપાની ટી.પી. શાખાએ નોટિસ ફટકારી છે.

ક્રિસ્ટલ ગ્રૂપના બાકીર ગાંધીએ કોમ્પ્લેક્સ બનાવ્યું ત્યારે મૂળ પ્લાનમાં સેલર બતાવ્યું હતું. મોલ શરૂ થયો તો ત્યાં શોપિંગ મોલ ધમધમતો થયો હતો. તેના એક વર્ષ બાદ પ્રથમ વખત ઈમ્પેક્ટ ફીનો નિયમ આવ્યો એટલે તે સેલરને સ્ટોરેજ એરિયા તરીકે મંજૂરી અપાઈ હતી. અહીં એ પ્રશ્ન થાય છે કે, ટી.પી. શાખાએ સ્થળ તપાસ કર્યા વગર તેને સ્ટોરેજની મંજૂરી આપી કેવી રીતે? ત્યારથી જ ટી.પી. શાખા સાથે સેટિંગ થયાની સાબિતી મળી હતી. આ જ રીતે બાકીર ગાંધીએ અન્ય પ્રોજેક્ટમાં પણ ગેરકાયદે બાંધકામના કાંડ કર્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ સ્થળ તપાસ કરાઈ તો બી.યુ. પરમિશન કે પછી ફાયર એનઓસી મળી ન હતી તેથી જગ્યા સીલ કરાઈ હતી. તેને લઈને બાકીર ગાંધીએ ટી.પી.ના નિયમો પાળવાની શરત સાથેનું સોગંદનામું રજૂ કરી સીલ ખોલાવ્યું હતું પણ પછી કોઇ કાર્યવાહી કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *