ન્યૂઝીલેન્ડે ભારતમાં ઈતિહાસ રચતા પહેલીવાર વન-ડે સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં કિવી ટીમે ભારતને 41 રનથી હરાવ્યું. આ સાથે જ આ મેદાન પર ભારતની આ પહેલી વન-ડે હાર પણ રહી.
રવિવારનો દિવસ રેકોર્ડ્સના નામે વિરાટ કોહલી માટે રહ્યો. તે વન-ડેમાં નંબર-3 પર સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો અને ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. પરંતુ તેની આ ઇનિંગ ટીમને જીત સુધી પહોંચાડી શકી નહીં.
338 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતીય ટીમ 46 ઓવરમાં 296 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ પહેલા ટૉસ હારીને બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 8 વિકેટ પર 337 રન બનાવ્યા હતા. ડેરીલ મિચેલે 137 અને ગ્લેન ફિલિપ્સે 106 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
વન-ડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડે ભારતમાં પહેલીવાર વન-ડે સિરીઝ જીતી છે. ત્રણ મેચની સિરીઝને ન્યૂઝીલેન્ડે 2–1થી પોતાના નામે કરી લીધી. આ પહેલા ભારતમાં બંને ટીમ વચ્ચે રમાયેલી દરેક વન-ડે સિરીઝમાં ભારતનો જ દબદબો રહ્યો હતો.