મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાંચ ધણા ભાવે વેચાઈ રહી છે, જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવું નથી. ગેસ સંકડ વચ્ચે હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં અને કોરોનાકાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિઓ વતનની વાટ પકડી રહ્યાં છે. આજે 15 માર્ચે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
રૂ.3000 દેતા પણ ગેસ સિલિન્ડર ન મળતો હોવાની ફરિયાદ 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુદ્ધની વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે.
છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે.