કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સિંધનો પ્રદેશ આજે ભલે ભારતનો ભાગ ન હોય, પણ સભ્યતા અનુસાર તે હંમેશા ભારતનો ભાગ રહેશે. અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, કોણ જાણે ક્યારે સરહદ બદલાઈ જાય અને કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય.

રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં એક સિંધી સંમેલનને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે લાલ કૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમણે (અડવાણી) તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, હજુ પણ સિંધને ભારતથી અલગ માનતા નથી.

1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પ્રાંત પાકિસ્તાનનો ભાગ બન્યો. તે પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે, જેની રાજધાની કરાચી છે. આ પ્રાંતમાં ઉર્દૂ, સિંધી અને અંગ્રેજી બોલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *