કોઠારિયા સોલવન્ટમાં શ્વાન બાબતે આપેલ ઠપકાનો ખાર રાખી 4 મહિલા સહિત 10 શખ્સએ છરી, પાઇપ અને ધોકાથી યુવાન ઉપર હુમલો કર્યો હતો.
શહેરના કોઠારિયા સોલવન્ટમાં હુસેની ચોક પાસે રહેતી મુસ્કાનબેન ઇબનેમભાઇ ફારૂકીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી વીકી, સંજય પાડલિયા, ગોગો, વીકીનો ભાઇ રોકી, મનીષ ઉર્ફે કકુ, રવિરાજ કાઠી, જનકો કબુતરવાળો, વીકીની પત્ની, મનીષ ઉર્ફે કકુની બે બહેનો તથા મનીશ ઉર્ફે કકુની માતા જસુબેનના નામ આપ્યા હતા.
તેણીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ બંને રાત્રે ઘરે હતા ત્યારે તેની શેરીમાં રહેતા વિકી તથા તેનો ભાઈ રોકી તથા તેમનો મિત્ર સંજય પાડલિયા તથા ગોગો તથા મનીષ ઉર્ફે કકુ તથા રવિરાજ કાઠી તથા જનકો કબુતરવાળો તથા વિકીના પત્ની તથા કકુની બે બહેનો તથા તેઓની માતા જશુબેન તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા.
ગાળો બોલતા તેણીના પતિ ઇબનેમએ ગાળો બોલવાની ના પાડતા ધોકા વડે હુમલો કર્યો હતો અને વીકી તથા સંજય પાડલિયાએ છરી કાઢી તેના પતિના છાતીના ભાગે છરીનો ઘા મારતા પોતે રાડારાડી કરવા લાગી હતી અને પડોશીઓ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર માર્યો હતો.
આ મારામારી થવાનું કારણ એ હતું કે,ગત તા.14/01ના રોજ તેમણે વીકીના પત્ની તથા માતા તેઓના પાલતુ શ્વાનને ઘર પાસે શાૈચક્રિયા કરાવતા હોય જે બાબતનો ઠપકો આપતા આ બાબતનો ખાર રાખી યુવક અને તેના પરિવાર પર હુમલો થયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.