શહેરમાં કોઠારિયા રોડ પર મારુતિનગરમાં રહેતો અને શાકભાજીની લારીમાં ધંધો કરતાં યુવકને પ્રેમિકાના પિતા સહિતે ધોકા-પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મારુતિનગરમાં રહેતો પ્રતાપ ગોપાલભાઇ સોલંકી (ઉ.32) ના ઘેર અવારનવાર તેના પાડોશમાં રહેતી સગીરા તેના બહેન પાસે આવતી હોય જેથી બન્નેને પરિચય થતાં મોબાઇલ નંબર મેળવી મોડી રાત્રીના ફોનમાં વાત કરતા હતા. દરમિયાન તા.25ના રોજ હું રાત્રીના વાત કરતાં હતો ત્યારે મારો ભાઇ કિશોરે આવીને તું રોજ કોની સાથે વાત કરે છે, કહી ઠપકો આપ્યો હતો. જેથી તેને પ્રેમિકાને ભાગીને લગ્ન કરવાનું કહી ઘર બહાર બોલાવી હતી.
પ્રતાપ તેની પ્રેમિકાને લઇને ભાગી ગયો હતો અને તેના ઘરથી આજી ડેમ ચોકડીએથી રિક્ષામાં બેસી સરધાર જતા રહ્યા હતા અને ત્યાંથી બસમાં બેસી અમરેલી જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં હતા ત્યારે પ્રતાપને તેના ભાઇ વિપુલનો ફોન આવ્યો હતો અને તું ભાગીને ક્યાં જતો રહ્યો છો, પોલીસ તને ગોતે છે, તેમ કહેતા યુવકે અમરેલી જતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં સવારે અમરેલી પહોંચી લીલિયા જતા રહ્યા હતા ત્યાં ફરી ભાઇનો ફોન આવતા તે લીલિયા હોવાનું કહેતા તે અને પ્રેમિકાના પિતા સાથે કારમાં આવ્યા હતા અને અમને બન્નેને કારમાં બેસાડી રાજકોટ લાવ્યા હતા.
બાદમાં પ્રેમિકાના ઘર પાસે કાર ઊભી રાખતા પ્રેમિકાના ભાઇ સહિત આઠ શખ્સે ઝઘડો કર્યો હતો અને તેના ભાઇ અને પિતા સહિત આઠ શખ્સે ધોકા-પાઇપ વડે હુમલો કરતાં મારા ભાઇઅે મને બચાવી હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જણાવતા પીએસઆઇ ગોહિલ સહિતે ગુનો નોંધી કાર્યવાહીકરી છે.