શહેરના આજી ડેમ ચોકડી તરફ જતા રસ્તે કોઠારિયા ચોકડીના બ્રિજ પર ડમ્પરની ઠોકરે બાઇક ચડી જતા કારખાનેદાર આધેડનું મોત નીપજ્યું છે.
શહેરના 80 ફૂટના રોડ પર ભક્તિનગર વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઈ વિરાણી(ઉં.વ.50)નું રાત્રિના આઠેક વાગ્યા આસપાસ કામના સ્થળેથી પરત ઘરે જતી વેળાએ કોઠારિયા ચોકડીના બ્રિજ પર ડમ્પરની ઠોકરે બાઇક ચડી જતાં આધેડનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાસ્થળે લોકોનું ટોળું ઊમટી પડતા જાગૃત નાગરિકે 108 ઈએમટીને જાણ કરી. 108ના તબીબે આજી ડેમ પોલીસને બનાવની જાણ કરતા પીએસઆઇ આર.એમ. સાખરા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી છે. શૈલેષભાઈ કારખાનેથી રાત્રિના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. મૃતકને સંતાનમાં પુત્ર-પુત્રી છે.