કોટડાસાંગાણીના અરડોઈ ગામે રહેતો મહેશ પમા બગડા (ઉ.વ.28) ગઈ તા.30ના તેમની માતા સાથે રાજકોટના રોહિદાસપરામાં રહેતી તેમના બહેન રંજનબેનના ઘરે પોતાની બીમારીની સારવાર કરાવવા માટે આવ્યો હતો. તે ગત તા.30ના અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ બાદ તેમને દવા આપી રજા આપી દેવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે તેમને છાતીમાં ગભરામણ થતાં તે બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108ને ફોન કરી બોલાવતાં દોડી આવેલ 108ના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું પ્રખર જાણવા વિશેરા લઈ તપાસમાં મોકલવામાં આવ્યાં હતાં. મૃતક મજૂરીકામ કરતો અને પાંચ ભાઈ-બહેનમાં વચ્ચેનો હતો. આ બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.