કોટડાસાંગાણીમા સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કિંમતી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. કોટડાસાંગાણીમાં ગોંડલ રોડ ઉપર આવેલી રાધા કૃષ્ણ સોસાયટી સામે રોડ ઉપર પાનની કેબીનો અને દુકાનોમાં વધારાનું દબાણ કરવામાં આવેલ હતું
તે દબાણ અંગે આર એન્ડ બી દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી છતાં દબાણો દુર ન કરાતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા દબાણ ખુલ્લું કરાવામાં આવેલ હતું જે લોકો રોડની નજીક કેબીનો અને દુકાના ઓટાઓ બહાર કાઢવામાં આવેલ હતા તે ઓટાઓનુ દબાણ દૂર કરવામાં આવેલ હતું.
જો કે એવો કચવાટ પણ વહેતો થયો હતો કે આ દબાણો રોડ ઉપર કોઈને નડતર રૂપ ન હતા છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા દબાણ ખુલ્લું કરાવામાં આવ્યું હોવાથી આવા ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા આપવી જોઇએ જેથી તેઓ રોજી રળી શકે.