હરિયાણાની પંચકુલા નગર નિગમના કરોડો રૂપિયાના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ને લઈને કોટક મહિન્દ્રા બેંક વિવાદોમાં છે. બેંક પર લગભગ ₹160 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.
મામલો સામે આવ્યા બાદ બેંકે પંચકુલા પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને નગર નિગમ સાથે મળીને ખાતાઓની તપાસ શરૂ કરી દીધી છે.
મેચ્યોરિટી પર પૈસા ટ્રાન્સફર કરતી વખતે થયો ખુલાસો
પંચકુલા નગર નિગમના કમિશનર વિનય કુમારે જણાવ્યું કે નગર નિગમની કેટલીક FD લાંબા સમયથી કોટક મહિન્દ્રા બેંકની પંચકુલા શાખામાં હતી. જ્યારે નિગમે એક FD મેચ્યોર થવા પર ફંડ ટ્રાન્સફર કરવા માટે બેંકને કહ્યું, ત્યારે રેકોર્ડમાં ગડબડ જોવા મળી.
કોટક મહિન્દ્રા બેંકના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બેંકે નગર નિગમના નિર્દેશો બાદ ફિક્સ્ડ ડિપોઝિટ અને તેનાથી સંબંધિત બેંક ખાતાઓની વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે.
બેંકનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ, KYC દસ્તાવેજો, ઓથોરાઈઝ્ડ સિગ્નેચર અને નિગમ પાસેથી મળેલા નિર્દેશો સંપૂર્ણપણે સાચા જણાયા છે. બેંકે દાવો કર્યો છે કે તમામ ટ્રાન્ઝેક્શન બેંકિંગ નિયમો હેઠળ જ કરવામાં આવ્યા હતા.
બેંકે પોતે પંચકુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
બેંકે જણાવ્યું કે દસ્તાવેજોનો એક મોટો ભાગ પહેલાથી જ નગર નિગમ સાથે મળીને તપાસવામાં આવ્યો છે અને બાકીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.