કોંગ્રેસે કહ્યું- આસામ CMની પત્નીના 3 પાસપોર્ટ

કોંગ્રેસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિન્કી ભુઈયાં સરમા પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આસામના મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ દેશો ઇજિપ્ત, એન્ટિગુઆ-બાર્બુડા અને UAEના પાસપોર્ટ છે.

પવન ખેડાએ કોન્ફરન્સમાં ત્રણ પાસપોર્ટ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે સરમાની રાજનીતિ મુસ્લિમો વિરુદ્ધ નફરત પર આધારિત છે, જ્યારે તેમની પત્ની પાસે બે મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે. તેમણે આગળ કહ્યું કે હિમંતાની પત્ની 52 હજાર કરોડ રૂપિયાની અમેરિકી કંપનીની પણ માલિક છે.

મુખ્યમંત્રી હિમંતે કોંગ્રેસના આરોપોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જવાબ આપ્યો. તેમણે લખ્યું કે- પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસની હતાશા અને ગભરાટ દર્શાવે છે. તેઓ પાયાવિહોણા હુમલા કરી રહ્યા છે. હું તેમના દરેક આરોપને નકારું છું. અમે 48 કલાકમાં પવન ખેડા પર માનહાનિનો કેસ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *