રાજકોટ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર મહાકાય ખાડાઓ પડી ગયા છે અને અનેક જગ્યાએ રસ્તા ના કામમાં થયેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં ખાડાઓ પડ્યા હતા ત્યાં ભારતીય જનતા પક્ષનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને આ ખાડાને જ વિકાસ કહેવામાં આવ્યો હતો. વોર્ડ 4 માં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી રોડ ઉપર જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.