રાજકોટનાં બેડીપરામાં આવેલા કેસરી હિન્દ પુલ નીચેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે શાસ્ત્રી મેદાનમાં રહેતા કુખ્યાત વાહનચોર રાહુલ ઉર્ફે ટકાને બી ડીવીઝન પોલીસે દબોચી 97 હજારનો મુદામાલ કબ્જે કરાયો હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે કેસરી હિન્દ પુલ નીચે હનુમાનજીના મંદિર પાસેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે રાહુલ ઉર્ફે ટકો અશોક વિકાણીને દબોચી લીધો હતો. આરોપી છેલ્લા બે મહિનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રે અને દિવસે હેન્ડલ લોક માર્યા વગરના પાર્ક કરેલ બાઈક ચોરી કરી નાસી છુટવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો અને તેના વિરુદ્ધ રાજકોટ, વાંકાનેર સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે.