સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનના વિદ્યાર્થી મિત જયંતીલાલ શેરસીયાએ ગાઈડ વાય.ટી. નલિયાપરાના માર્ગદર્શન હેઠળ STUDIES ON NEW CHEMICAL ENTITIES HAVING ACTIVE SCAFFOLDS વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી રજૂ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PHDની પદવી એનાયત કરવામાં આવી છે. તેમના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા. 17-05- 2024ના રોજ પોતાનો મહાશોધ નિબંધ જમા કરાવવામાં આવ્યો હતો. બાદમાં ગાઈડ, ભવનના અધ્યક્ષ અને સ્થાનિક તેમજ બહારથી આવેલા એક્સપર્ટની હાજરીમાં 11-07- 2024 ના રોજ તેમના વાયવા ગોઠવાયા હતા. બાદમાં તેમનું થીસીસ મંજૂર રહેતા PHDનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.