કેફેએ લીંબુ પાણી પર 5% ગેસ-ક્રાઇસિસ ચાર્જ વસૂલ્યો

દેશભરમાં ચાલી રહેલા LPG સંકટ વચ્ચે બેંગલુરુના એક કેફેએ તેના ગ્રાહકને લીંબુ પાણીના બિલ પર 5% ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ લગાવી દીધો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેફેની રસીદનો ફોટો વાયરલ થયા પછી લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બેંગલુરુના ‘થિયો કેફે’ની આ વાયરલ રસીદ મુજબ, એક ગ્રાહકે બે મિન્ટ લેમોનેડ (લીંબુ પાણી) ઓર્ડર કર્યા હતા. એક લેમોનેડની કિંમત ₹179 હતી, એટલે કે બે માટે ₹358 થયા.

કેફેએ પહેલા ₹17.90નું 5% ડિસ્કાઉન્ટ આપ્યું, પરંતુ પછી સ્ટાન્ડર્ડ GST (CGST અને SGST) સાથે ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ના નામે 5% એટલે કે ₹17.01 અલગથી ઉમેરી દીધા. આ રીતે ગ્રાહકનું કુલ બિલ ₹374 થઈ ગયું.

X પર બિલનો ફોટો શેર થતાં જ યુઝર્સે કેફેની ટીકા કરી. લોકોએ સવાલ પૂછ્યો કે લીંબુ પાણી બનાવવામાં આખરે કયો ગેસ વપરાય છે, જેના માટે ‘ક્રાઇસિસ ચાર્જ’ વસૂલવામાં આવી રહ્યો છે?

કેટલાક યુઝર્સે તેને ગ્રાહકોને લૂંટવાનું નવું બહાનું ગણાવ્યું, તો કેટલાકે તેને ‘મોંઘવારીનો ડિજિટલ અવતાર’ ગણાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *