ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બુધવારે મેચના પહેલા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 310 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 114 અને રવીન્દ્ર જાડેજા 41 રને અણનમ પરત ફર્યો છે. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે.
ગિલે કેપ્ટન બન્યા પછી ઇંગ્લેન્ડ સામે સતત બીજી મેચમાં સદી ફટકારી છે. વિજય હજારે (1951-52) અને મોહમ્મદ અઝહર (1990) પછી આવું કરનાર તે ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે.
ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે 87 રન, કરુણ નાયર 31 રન, રિષભ પંત 25 રન, કેએલ રાહુલ 2 રન અને નીતિશ કુમાર રેડ્ડીએ 1 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 2 વિકેટ લીધી. જ્યારે શોએબ બશીર, બેન સ્ટોક્સ અને બ્રાયડન કાર્સને 1-1 વિકેટ મળી.