તા.22.07.2024ના રોજ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણિતા વૈશાલીબેન ચંદ્રેશભાઈ પારેખે પતિ ચંદ્રેશભાઈ વિનોદભાઈ પારેખ, સસરા વિનોદભાઈ ભુદરભાઈ પારેખ, સાસુ જયોત્સનાબેન પારેખ, જેઠ જયેશભાઈ પારેખ, જેઠાણી તેજલબેન પારેખ વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ બદલ કેસ કરી રકમ રૂ.8000નું વચગાળાનું ભરણપોષણ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સાસરીયા પક્ષના વકીલ રોહિત બી. ઘીયા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અરજદારની સંપૂર્ણ અરજી પાયાવિહોણી છે. વૈશાલીબેન બન્ને સંતાનો સહીત પતિનો ત્યાગ કરી માવતરે ચાલ્યા ગયા છે. વૈશાલીબેન નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં કામ કરી માસીક રકમ રૂ.10,000 કમાય છે. જયારે સામાવાળા માત્ર 18,000થી 20,000 કમાય છે. જેમાં બન્ને સગીર સંતાન અને વૃધ્ધ માતા-પિતાની જવાબદારી પતિ ઉપર છે.
અરજદારને વધુ ભરણપોષણની રકમની જરૂર નથી જેથી કોર્ટે સામાવાળા પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી વચગાળાનું ભરણપોષણ માંગણી કરતી અરજી નામંજૂર કરી છે. આ કેસમાં સામાવાળાઓ વતી એડવોકેટ રોહીતભાઈ ઘીયા, હર્ષદભાઈ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.