શહેરમાં કાલાવડ રોડ પર કોસ્મો સિનેમા પાસેના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધે તેના કાલાવડ રોડ પર અવધ પાસે વૃંદાવન સોસાયટીમાં બંધ ફ્લેટમાં ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા વૃદ્ધને અગાઉ હરસની બીમારી હોય અને ઓપરેશન પણ કરાવ્યું હતું. બાદમાં તેને કેટલાક દિવસથી કેન્સરની બીમારી હોવાની શંકા હોય અગાઉ તેના સાળાને વાત કરી હતી. બાદમાં તેના સાળાને ફોન કરી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે આપઘાતનું સાચું કારણ જાણવા મથામણ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાલાવડ રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પ્રદ્યુમ્નસિંહ નટુભા વાઢેર (ઉ.61)એ પોતાના અવધ પાસેના વૃંદાવન સોસાયટીમાં આવેલા બંધ ફ્લેટમાં ઝેરી દવા પી તેના સાળાને ફોન કરતા તેના પરિવારજનો પહોંચી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પીએસઆઇ મશાકપુત્રા સહિતે તપાસ કરતાં મૃતક વૃદ્ધ સ્કૂલબસ ચલાવતા હોવાનું અને તેને કેટલાક સમયથી કેન્સર થઇ ગયાની શંકા હોય જેથી તેના સાળાને વાતકરી હતી.