કેનેડામાં હિંદુ યુવક સાથે મારઝૂડનો VIDEO, ખાલીસ્તાનીએ ગાળો આપી; PM મોદીનો આભાર માનવા રેલી કાઢી હતી

કેનેડામાં જલંધરની રહેવાસી યુટ્યુબર નેન્સી ગ્રેવાલની 3 માર્ચે થયેલી હત્યા બાદ સતત ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવાના વીડિયો સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં કેનેડાના બ્રેમ્પટનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ખાલિસ્તાની યુવકો એક હિંદુને માર મારી રહ્યા છે.

હિંદુને ધક્કો મારીને ખાલિસ્તાની યુવકો પાડી દે છે અને તેને ગાળો આપે છે. પીડિતની ઓળખ યશદીપ શિંદે તરીકે થઈ છે. જ્યારે, યુવકને મારનાર જોધવીર ધાલીવાલ છે. જોધવીર ધાલીવાલ યુવકને બ્રાહ્મણ કહીને ગાળો આપે છે.

તેને કહે છે કે અહીંથી ભાગી જા. જઈને યુરિન પી. આ પછી યુવકને ધક્કો મારીને રોડ પર પાડી દેવામાં આવે છે. પછી આરોપી કહે છે કે હવે તને મજા આવી? ખબર પડી ગઈ ને કે યૂરિન પીવાથી તબિયત નથી બનતી. તું યૂરિન પીવાને જ લાયક છે.

આ મામલો કોરોના કાળ દરમિયાનનો છે. ઘટના તે સમયે બની જ્યારે કેનેડામાં રહેતા હિંદુઓ વેક્સિનના સંબંધમાં PM નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે કાર રેલી કાઢી રહ્યા હતા. આ રેલીનો ખાલિસ્તાનીઓએ વિરોધ કર્યો અને ઝંડા લઈને રોડ પર આવી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *