કેનેડામાં લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર

કેનેડા સરકારે ભારતમાં એક્ટિવ લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ કેનેડામાં પણ ક્રાઈમ કરી રહી છે.

કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગેરી અનંદસંગરીએ જણાવ્યું હતું કે કેનેડામાં હિંસા અને આતંકને કોઈ સ્થાન નથી, ખાસ કરીને જે કોઈ ચોક્કસ સમુદાયને ડરાવવાના હેતુથી કરવામાં આવે છે. પરિણામે, લોરેન્સ ગેંગને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે.

કેનેડામાં ગેંગની કોઈપણ સંપત્તિ, વાહનો, પૈસા વગેરે ફ્રીઝ અથવા જપ્ત કરી શકાય છે.
કેનેડિયન એજન્સીઓને આ ગેંગ નાણાકીય સહાય, મુસાફરી અને ભરતી સંબંધિત ગુનાઓ પર કાર્યવાહી કરવા માટે પણ સત્તા આપવામાં આવી છે. કોઈપણ કેનેડિયન નાગરિક તે જાણી જોઈને કેનેડામાં અથવા વિદેશમાં લોરેન્સ ગેંગ સાથે મિલકતનો વ્યવહાર કરે છે તેને પણ ગુનો ગણવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોરેન્સ ગેંગને મિલકત આપે છે, તો તેને પણ ગુનો ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *