કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ

કોમેડિયન કપિલ શર્માએ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં ખોલેલા ‘કેપ્સ કૅફે’માં ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ‘કેપ્સ કૅફે’ની બારીમાં ઓછામાં ઓછા 6 ગોળીના નિશાન જોવા મળ્યા છે. ફાયરિંગ દરમિયાન કેફે બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી ઢિલ્લોંએ લીધી છે. ગોલ્ડીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી છે.

સર્રે પોલીસના જણાવ્યા અનુસાર, આ ગોળીબાર ગઈકાલે રાત્રે થયો હતો. કોઈને ઈજા થઈ નથી, પરંતુ કાફે બિલ્ડિંગને નુકસાન થયું છે. આ કાફે થોડા સમય પહેલા જ ખુલ્યું હતું.

કોમેડિયન કપિલ શર્માએ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં ‘કેપ્સ કૅફે’ ખોલ્યું છે. આ કૅફેનું 7 જુલાઈના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેના બે દિવસ પછી, 10 જુલાઈના રોજ મોડી રાત્રે, હુમલાખોરોએ 9 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ કપિલના કૅફે પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલો છે. તે ભારતમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *