કેદારનાથ: ઘોડા-ખચ્ચરના રોજના ત્રણ ફેરા

કેદારનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને તેમના સમાનને લઈને જતાં ઘોડા-ખચ્ચર સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. રાજસ્થાનથી આવેલા ભક્ત અજયસિંહ ચૌહાણે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ગૌરીકુંડમાં ચાર ઘોડા-ખચ્ચર સવારી સાથે કેદારનાથ પાછા ફર્યા કે તરત જ તેમને નવા સવારો સાથે 18 કિમી દૂર એ જ યાત્રા પર મોકલવામાં આવી રહ્યાં છે. અજયના કહેવા પ્રમાણે ભગવાનના નામે વધુ કમાવાના લોભમાં પ્રાણીઓ સાથે અમાનવીય વર્તન કરાઈ રહ્યું છે. માત્ર 62 દિવસમાં લગભગ 90 ઘોડા અને ખચ્ચરનાં મોત થયાં છે. થાકેલા અને લાચાર ઘોડા-ખચ્ચરોને ખેંચીને બળજબરીથી ધૂમ્રપાન કરાવવાનો એક વીડિયો સામે આવ્યો છે.

હકીકતમાં, સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા કેદારનાથ ધામ સુધી પહોંચવા માટે ભક્તોને 18 કિમીનું અંતર ચાલતા કાપવું પડે છે. આ પદયાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે. જેઓ હેલિકોપ્ટર બુક કરાવી શકતા નથી તેઓ ખચ્ચર દ્વારા આ રસ્તે જાય છે.

ઘોડા-ખચ્ચરોના સંચાલક અને હોકર્સ વધુ કમાણીની લાલચમાં ન તો તેમને પૂરતો ઘાસચારો આપે છે, ન તો આરામ કરવા દે છે. ક્ષમતાથી વધારે કામ કરવાને કારણે તેઓ મરી રહ્યા છે. એક દિવસમાં ઘોડા-ખચ્ચરો ગૌરીકુંડથી કેદારનાથ સુધીના બેથી ત્રણ ફેરા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *