કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ

શુક્રવારે સવારે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર પાઇલટ અને 6 મુસાફર સુરક્ષિત છે. આ મુસાફરો સિરસી હેલિપેડથી કેદારનાથ ધામનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યાર બાદ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિપેડ પર ઊતરતાં પહેલાં એ હવામાં ફંગોળાવા લાગ્યું હતું. આ પછી તેનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે આ હેલિકોપ્ટર ક્રેટન એવિએશન કંપનીનું છે. તે હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં હવામાં ફંગોળાવા લાગ્યું. કેપ્ટન કલ્પેશ હેલિકોપ્ટર ઉડાડી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *