કેટરર્સના ધંધાર્થીએ જાહેરમાં કચરાની ગાડી ખાલી કરી, 5000 રૂપિયાનો દંડ

રાજકોટ શહેરમાં ન્યૂસન્સ પોઈન્ટ પર રાહદારીઓ ઉપરાંત ધંધાર્થીઓ દ્વારા ભારે કચરો ફેંકવામાં આવે છે. આ માટે મનપાએ અમુક સ્થળોએ કેમેરા ગોઠવ્યા છે જે પૈકી એક કિસ્સામાં કેટરર્સનો ધંધાર્થી પકડાઈ જતા 5000 રૂપિયાનો દંડ કરાયો હતો.

શહેરના રૈયા ગામ પાસે આવેલા રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે મોટા પાયે વધેલો ખોરાક અને કચરો ફેંકાયેલો જાણવા મળ્યો હતો. કોઇ ધંધાર્થી અથવા તો પ્રસંગ બાદ કચરો રાત્રીના સમયે ફેંકાયાનું લાગતા પ્લાન્ટના સીસીટીવી ચેક કરાયા હતા. જેમાં રાત્રીના 9.58 કલાકે એક વાહન આવ્યું હતું. પિકઅપ વાહનમાં કચરા ભરેલા પાત્રો હતા અને તેને બેથી ત્રણ લોકો ખાલી કરી રહ્યા હતા અને બાદમાં પિકઅપ વાહન ત્યાંથી નીકળી ગયું હતું. વાહન નંબરના આધારે તપાસ કરતા આ વાહન રિયલ કેટરર્સનું હોવાનું જણાયું હતું. જેને લઈને કેટરર્સના સંચાલકને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *