કેજરીવાલનો સંદેશ- હું લોખંડનો બનેલો છું

દિલ્હી લિકર પોલિસી કેસમાં PMLA કોર્ટે 22 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 6 દિવસ (28 માર્ચ સુધી) માટે ED રિમાન્ડ પર મોકલ્યા છે. કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે 2 વાગ્યે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

શનિવારે બપોરે કેજરીવાલની પત્ની સુનીતાએ એક વીડિયો મેસેજમાં કેજરીવાલનો સંદેશ વાંચીને સંભળાવ્યો. 3 મિનિટ 21 સેકન્ડના આ મેસેજમાં કહેવામાં આવ્યું કે અત્યાર સુધી મેં ઘણો સંઘર્ષ કર્યો છે, ભવિષ્યમાં પણ મારા જીવનમાં આનાથી પણ મોટા સંઘર્ષ લખાયેલા છે. AAP કાર્યકર્તાઓને અપીલ છે કે મારી ધરપકડના કારણે ભાજપના લોકોને નફરત ન કરો.

AAP મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે તેમની પાર્ટી ઓફિસને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીના કાર્યાલયમાં લોકોની એન્ટ્રી કેવી રીતે રોકી શકાય? અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું.

બીજી તરફ તિહારમાં રહેનારા ઠગ સુકેશે કેજરીવાલને પત્ર લખ્યો છે. તેણે લખ્યું- પ્રિય બ્રધર્સ અરવિંદ કેજરીવાલ, વેલકમ ટુ તિહાર ક્લબ. હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે અહીં છે, તિહાર ક્લબ ચલાવવા માટે ચેરમેન બિગ બોસ- અરવિંદ કેજરીવાલ. CEO-મનીષ સિસોદિયા અને COO- સત્યેન્દ્ર જૈન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *