કૃષિ મંત્રી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ ખાતે ત્રિદિવસીય તા.26 થી 28 જૂન સુધીના પ્રવાસે આવનાર છે,જેમાં કૃષિ મંત્રી તા.26ના રોજ સવારે 8 કલાકે ન્યારા પ્રાથમિક શાળા, 10 કલાકે મોવૈયા તાલુકા પ્રાથમિક શાળા તેમજ 12 કલાકે સરદાર પટેલ કન્યા વિદ્યાલય ખામટા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે.મંત્રી તા. 27ના રોજ 8 કલાકે પ્રાથમિક શાળા આણંદપર બાઘી, 10 કલાકે કોઠારીયા(ટં) પ્રાથમિક શાળા અને 12 કલાકે હડાળા પ્રાથમિક શાળા તેમજ 28 જૂનના રોજ 8 કલાકે લોધિકા તાલુકાની પારડી પ્રાથમિક શાળા,10 કલાકે શીતળા પ્રાથમિક શાળા તેમજ 12 કલાકે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા પારડી ખાતે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *