રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે રાજકોટના ન્યારા ગામમાં પ્રાથમિક શાળા ખાતે 21મો કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં 17 કુમાર-14 કન્યા મળીને 34 બાળકોને ધોરણ 1માં પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે 11 બાળ-11 બાલિકા મળીને 22 ભૂલકાઓનો આંગણવાડી પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો. આ તકે ધો.1થી 8 ના તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.