કૂટણખાનું ચલાવતી વિધવાઅને તેનો કૌટુંબિક ભાઇ પકડાયો

રૈયા રોડ પર ચંદનપાર્ક મેઇન રોડ પર મકાનમાં ચાલતા કૂટણખાના પર એએચટીયુની ટીમે દરોડો પાડી સંચાલક વિધવા મહિલા સહિત બે શખ્સને પકડી લીધા હતા થોડા સમયથી મહિલા તેના કૌટુંબિક શખ્સ સાથે બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકો પાસેથી રૂ.1500 લઇ તેને એક હજાર આપતા હતા અને 500 બન્ને રાખતા હોવાનું રટણ કરતાં પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ પૂછતાછ કરી છે.

ચંદનપાર્કમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતીને આધારે એએચટીયુની ટીમે દરોડો પાડી રૂમમાંથી એક યુવતી અને એક શખ્સ મળી આવતા મકાન માલિક તેજલબેન મયૂરભાઇ લાઠીગરા અને જય હસમુખભાઇ વઢવાણિયાની અટકાયત કરી એએચટીયુના કોન્સ.મહમદ આરિફ શૌકતઅલી અંસારીએ ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કારેથા સહિતના સ્ટાફે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પૂછતાછમાં તેજલબેને જણાવ્યું હતું કે, પતિના અવસાન બાદ કૌટુંબિક ભાઇ જય સાથે મહિલાએ તેના મકાનમાં કૂટણખાનું ચલાવતી હોવાનું અને ગ્રાહકો પાસેથી મહિલા સહિતના સંચાલકો રૂ.1500 લઇ યુવતીને એક હજાર રૂપિયા આપતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *