કુવાડવા રોડ પરથી 5.85 લાખનું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું, બેની ધરપકડ

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માલિયાસણ-ખેરડી રોડ પર પેટ્રોલિંગમાં હતો ત્યારે એક આઈસર ગાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાતા પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે પ્લાસ્ટિકના બે મોટા ટાંકા મળી આવ્યા હતા, જેમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું.

પકડાયેલા શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે આ માલ “બાયોડીઝલ’’ છે અને તે રણજીતભાઈ બાબુભાઈ ટોયટા તથા સુરેશભાઈ કારેઠાનો હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરતા માલધારી સોસાયટીમાં રહેતા એક શખ્સે પોતાનું નામ અશોક ગોવિંદભાઈ ચૌહાણ અને બીજાએ પોતાનું નામ મુન્ના રામાભાઈ કારેઠા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો રૂ.5.85 લાખનો 9000 લિટરનો જથ્થો અને આઈસર ટ્રક કબજે કરી રૂ.11.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *