શહેરના કુવાડવા ગામ, શિવધારા સોસાયટી પાસે ઝૂંપડામાં રહેતા પરપ્રાંતીય પરિવારની 2 વર્ષીય બાળકીનું સવારે શિવધારા સોસાયટીમાં હતી ત્યારે ટ્રેક્ટર પર રમતાં રમતાં નીચે પટકાઈ જવાથી માથાના ભાગે ઇજા થતાં મોત નીપજ્યું છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
શહેરના કુવાડવા ગામ, શિવધારા સોસાયટી પાસે ઝૂંપડામાં રહેતા કમલેશભાઈ ગુંડિયાની 2 વર્ષીય બાળકી રિયાનું સવારે શિવધારા સોસાયટીમાં હતી ત્યારે ટ્રેક્ટર પર રમતાં રમતાં નીચે પટકાઈ જવાથી માથાના ભાગે ઇજા થતાં મોત નીપજ્યું છે. બાળકી રમતાં રમતાં ટ્રેક્ટર પરથી નીચે પટકાઈ હતી.
બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ થતાં કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.જી.અગ્રાવત સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી પૂછપરછ હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર મૃતકનો પરિવાર મૂળ એમપીના વતની છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.