રાજકોટ શહેરમાં વર્ષ 2016માં પોલીસકર્મી ભરતદાન ગઢવીની હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપી રાજા જાડેજા વિરૂદ્ધ સાક્ષી જીજ્ઞેશભાઈએ જુબાની આપતી હતી. જેનો ખાર રાખી રાજા જાડેજાએ સાગરીતો સાથે મળી ગત 18 ડિસેમ્બર 2024ના રોજ રાત્રિના સમયે સાક્ષી જીજ્ઞેશભાઈ અને તેના ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી કોર્ટમાં જુબાની ન આપવા ધમકી આપી હતી, ત્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કે થઈ હતી.
આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું જોકે, આ મામલે ભક્તિનગર પોલીસે રાજા જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચા, પિયુષ સોલંકી, મનિયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખસ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને નાસતા ફરતા આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજા અને પિષુય સોલંકીને રિમાન્ડ પર મેળવી આજે ઘટનાસ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસે નાસતા ફરતા આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજા અને પિષુય સોલંકીને ઝડપી પાડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ દરમિયાન આજે પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પંચોની હાજરીમાં પોલીસે આરોપીઓએ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગે પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. આજથી આઠ વર્ષ પહેલાં રાજા જાડેજાએ કુખ્યાત આરોપી પેંડા સાથે મળી પોલીસકર્મી ભરતદાન ગઢવીની હત્યા કરી હતી. તેમાં આ ફરિયાદી રમેશ ગજેરાનો નાનો ભાઈ જીજ્ઞેશ નજરે જોનાર સાક્ષી છે. જેણે રાજા જાડેજા વિરૂદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. જેનો ખાર રાખી અગાઉ સમાધાન માટે ધમકીઓ પણ આપતો હતો.