કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા “say no to drugs’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનાર શખ્સને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ મેદાને ઉતરી છે.

રાજકોટના કેનાલ રોડ નવા કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2.077 કિલો ગાંજા સાથે પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન પોતે કોલકાતાથી ગાંજો મગાવી રાજકોટમાં છૂટક વેચાણ કરતો હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. કોલકાતાથી રાજકોટ ગાંજો પહોંચાડનાર શખ્સનું નામ ખૂલતા એસઓજીની ટીમે તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કેનાલ રોડ નવા કુંભારવાડા શેરી નં.12/9ના ખૂણેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઊભો હોવાની એસઓજી અને સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે દરોડો માદક પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

પૂછતાછ દરમિયાન શખ્સે તેનું નામ સૂરજ રાજુભાઇ રાય(ઉ.વ.27 ધંધો-મજૂરીકામ રહે- હાલ નવા કુંભારવાડા શેરી નં.12 મુરલીધર એપાર્ટમેન્ટ ત્રીજા માળે ભાડેથી) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ હુગલી પશ્ચિમ બંગાળનો છે. અહીં દોઢેક વર્ષથી રહી મજૂરીકામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *