કિલો ચાંદીનો ભાવ રુ. 2.62 લાખે પહોંચ્યો, જાણો ખરીદતી વખતે શું ધ્યાન રાખશો?

સોના-ચાંદીના ભાવમાં 9 ફેબ્રુઆરીએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 3,515 રૂપિયા વધીને 1,55,593 રૂપિયા થયો છે. આ પહેલાં એ 1,52,078 રૂપિયા પર હતો.

ચાંદી 16,826 રૂપિયા વધીને 2,61,755 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ પહેલાં એ 2,44,929 રૂપિયા પર હતી. ઝવેરીબજારમાં સોનાએ 29 જાન્યુઆરીએ 1,76,121 અને ચાંદી 3,85,933 રૂપિયા ઓલટાઈમ હાઈ પર પહોંચી હતી.

છેલ્લા ત્રણ કારોબારી સત્રોમાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન સોનું લગભગ 15% સુધી સસ્તું થયું હતું. હવે ભાવ સ્થિર થતાં જ રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી શરૂ કરી દીધી છે, જોકે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સોના-ચાંદીમાં એકસાથે પૈસા રોકવાનું ટાળવું જોઈએ. એના બદલે ધીમે ધીમે રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *