કિન્નર અખાડાની ગાદી માટેનો વિવાદ ફરી વકર્યો

રાજકોટમાં કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા નિકિતા દેની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નિકિતા દે એ મીરા દે સામે ફોન પર રાજકોટ મૂકી દેવાની અને જો નહીં મૂકે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં મિહિર ચૌહાણ સામે પણ ફરિયાદ થઈ છે. જેથી કિન્નરો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે.

સમાધાન કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યા શહેરના ભાવનગર રોડ પર શક્તિ ચોક પાસે ગંજીવાડા શેરી નં.18માં રહેતી નિકિતા દે એ થોરાળા પોલીસ મથકમાં પરાપીપળીયામાં એકતા નગરમાં 25 વારીયા કવાટરમાં રહેતા કિન્નર માસી મીરા દે અને મિહિર ચૌહાણ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા.27 નવેમ્બરના આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બંને શખ્સો દ્વારા ફોન કરી સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, સમાધાન કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા.

જાનથી મારી નાખવાની પણ ધમકી આપી મીરા દે અને મિહિર ચૌહાણ દ્વારા રાજકોટ મૂકી દેવાની ધમકી આપી હતી અને જો રાજકોટ નહીં મૂકે તો ટાટીયા ભાગી નાખવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ બંને દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી થોરાળા પોલીસે મીરા દે અને મિહિર સામે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *