કિન્નર અખાડાના ગાદિપતિને ધમકી આપનાર નિકિતા દેની ધરપકડ

રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતો ગાદી વિવાદ હવે ગંભીર બન્યો છે. વ્યંઢળોના બે જૂથમાંથી સાત કિન્નરોએ ફિનાઈલ ગટગટાવી લીધા બાદ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ગાદીપતિ મીરા દે ને ફોન પર મારી નાખવાની ધમકી આપવા મામલે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો હતો. જે બાદ ગઈકાલે ગુજરાતમાંથી કિન્નરોના ગાદીપતિ એકત્ર થયા હતા અને નિકિતા દે ના પોસ્ટરને ચપ્પલ મારી તેનો બોયકોટ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવાની માંગણી કરાઈ હતી જે બાદ આજે ગાંધીગ્રામ પોલીસે નિકિતા દેની ધરપકડ કરી છે જયારે સંગીતા દેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દે કંચન દે એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગંજીવાડાની નિકિતા દે અને નવાગામ રંગીલાની સંગીતા ઉર્ફે રાજિયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે શહેર અખાડાની ગાદીપતી છે અને નિકીતામાસી તેના ચેલા છે.અગાઉ સાથે ભિક્ષાવૃતિ કામ કરતા હતા. અખાડામાં શિષ્ય તરીકે સામેલ થયા તેનુ સ્ટેમ્પ ઉપર લખાણ કરવામા આવે છે. જે બાદ શિષ્યને ગુરુ દ્વારા જે પણ હુકમ કે આજ્ઞા પાળવાનુ કહેવામા આવે તેનુ પાલન કરવાનુ રહે છે.જોકે નીકીતા માસીની ખોટી ટેવોના કારણે અખાડામાંથી તેને છેલ્લા 5 મહિનાથી કાઢી મૂકી છે. જેથી તે શહેરમાં ભિક્ષાવૃતિ કરી શકે નહી. આમ છતા નીકીતા માસી તેઓની જાણ બહાર અલગ અલગ જગ્યાએ અખાડાનુ કાર્ડ બતાવી ભિક્ષાવૃતિ કામ કરતા હોય જેથી નીકીતા માસીને અગાઉ શહેરમાં અખાડાના નામે કોઇ પણ પ્રવૃતી નહી કરવા જણાવ્યુ હતુ.

ગાદિપતિ મીરા દેએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગત તા.27 ના રોજ તેઓ પરાપીપળીયા હાજર હતી ત્યારે રાત્રીના સમયે નિકીતાનો ફોન આવ્યો અને ઝઘડો કરવા લાગ્યા અને કહ્યું કે, હુ રાજકોટમા ભિક્ષાવૃતિ કરીશ જ. તારાથી થાય તે કરી લે અને રાજકોટ વિસ્તારના મારી પાસે ઘણા લોકો છે. જેના વડે તને મારી પણ નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી તેને કહેલ કે, મે તને મારા શીષ્ય તરીકે શહેર અખાડામાથી કાઢી મૂકી હોય જેથી તુ આ વિસ્તારમા કે અમારા અખાડાના નામે કોઇ ભિક્ષાવૃતિં કામ નહી કરી શકે. તે બાદ નિકિતાના મોબાઈલમાંથી સંગીતા ઉર્ફે રાજીયોએ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે, મે બે ખુન કરેલ છે. તો ધ્યાનમાં રાખજે. જેથી મીરા દેએ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ખૂનની ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે નિકિતા દેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે વધુ એક આરોપી સંગીતા દે ઉર્ફે રાજિયોની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *