કિડનીમાંથી સાફ થઈ જશે ગંદકીના તમામ કણ

કિડની ખરાબ લોહી કરવા સાફ કરીને, બ્લડ વેસલ્સ ફ્લશ આઉટ કરવામાં મદદગાર છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ કરવામાં મદદ કરે છે અને શરીર હેલ્ધી રહે છે. ભોજનમાંથી નીકળતા ફેટ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને યૂરિયા કિડનીમાં જમા થઈ જવાને કારણે શુદ્ધિકરણ પર અસર થાય છે. જેથી સમયાંતરે કિડનીની સફાઈ જરૂરી છે અને માટે આ ફળનું પાણી મદદરૂપ સાબિત થાય છે.

કિડની સાફ કરવા માટે નારિયેળ પાણી સૌથી સારો વિકલ્પ છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી પેશાબમાં પોટેશિયમ, ક્લોરાઈડ અને સાઈટ્રેટનું ઉત્સર્જન વધે છે અને શરીરમાં જમા થતું નથી. આ પ્રકારે કિડનીમાં પથરીની સમસ્યા થતી નથી.

ક્રિએટિનિનની માત્રા ઓછી કરવા માટે નારિયેળ પાણી એક કારગર ઉપાય છે. નારિયેળ પાણી વિટામીન સીથી ભરપૂર હોય છે. જેથી ક્રિએટિનિન સ્તર ઓછું થાય છે અને પથરી દૂર થાય છે. નારિયેળ પાણીમાં ભરપૂર પોટેશિયમ હોવાને કારણે ક્ડિનીમાં યોગ્ય પ્રકારે લોહીનું પરિભ્રમણ થાય છે અને કિડની સ્વસ્થ રહે છે.
કિડની સ્વસ્થ રહે તે માટે મહિનામાં એકવાર રાત્રે નારિયેળ પાણી જરૂરથી પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *