કાળીપાટ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત

રાજકોટના કાળીપાટ ગામમાં રહેતાં વિપુલભાઈ વલ્લભભાઈ ભરાડીયા (ઉ.વ.32) નામના યુવકનું ગઈ કાલ રાત્રિના 12.30 વાગ્યાની આસપાસ કાળીપાટ ગામ નવા રિંગરોડ પાસે અક્સ્માત સર્જાતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન મજુરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જે પોતાનાં કામ પરથી ઘર તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવાન ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટો હતો. એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *